ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના પ્રયત્નોથી અનિડા અને ખજૂરી તેમજ મેઘાપીપળીયા રોડ માટે રૂ. ૧.૭૦ કરોડના ખર્ચના કામ મંજૂર કરાવાયા છે. અનિડા ગામતળમા રૂ. ૧.૧૦ કરોડ ખર્ચે સીસી રોડ બનશે. જેથી વાહનવ્યવહાર સરળ બનશે. બીજું કામ પાઇપ ડ્રેઇન કરવાનુ છે. આ કામ રૂ. ૬૦ લાખના ખર્ચે થવાનુ છે. વરસાદી પાણી નિકાલ સારા થશે અને રસ્તા ને નુકસાન નહી થાય અને રસ્તો મજબુત રહેશે. સ્થાનિક નાગરિકો દ્વારા ઉર્જામંત્રી કૌશિક વેકરીયાને કરવામાં આવેલી રજૂઆતને પગલે આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. વડિયા-કુંકાવાવ પંથકમાં વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.










































