લાઠી-બાબરા-દામનગર મતવિસ્તારના લાઠી પંથકનાં આંબરડી, દહીથરા, ઠાંસા, તાજપર, લાઠી, ગોવિંદપુર, આંસોદર, માલવિયા પીપરિયા અને કેરાળા સહિતનાં ૯ ગામોમાં રૂ.૧૧.૧૯ કરોડનાં વિકાસકાર્યોનું ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકાર્યોમાં રસ્તા, તળાવ નવીનીકરણ, કોઝવે, પુલ, શાળા, પાણીની ટાંકી અને પૂર સંરક્ષણ દીવાલ સહિતનાં કામોનો સમાવેશ થાય છે. માલવિયા પીપરિયા ખાતે રૂ.૪ કરોડના ખર્ચે બ્રિજ, ઠાંસા ખાતે રૂ.૧.૨૦ કરોડના ખર્ચે માર્ગનું રીસરફેસિંગ તથા આંસોદર ખાતે રૂ.૧.૧૫ કરોડના ખર્ચે બે માઈનોર બ્રિજનું કામ હાથ ધરાશે. આ વિકાસકાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ મજબૂત બનશે. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.