અમરેલી જિલ્લામાં ચાર સ્થળેથી દેશી દારૂ પકડાયો હતો. ચિતલ ગામેથી ૩૨ લિટર, ધામેલ ગામેથી ૫ લિટર અને ડુંગર ગામે બે સ્થળેથી ૪ લિટર મળી કુલ ૪૧ લિટર દેશી દારૂ ઝડપાયો હતો. આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૨ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. પોલીસે તમામ સામે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરી હતી.