સાવરકુંડલામાંથી સાત શકુની રોકડા રૂ. ૧૨,૨૫૦ સાથે ઝડપાયા હતા. જેસર રોડ પર રાધે ગાર્ડનની સામે વાડીના શેઢા પાસેથી ભીમાભાઈ ભરતભાઈ કોલાદરા, ભાવેશભાઈ મગનભાઈ કુડેચા, વિશાલભાઈ વિઠ્ઠલભાઈ જીંજુવાડિયા, અજયભાઈ ભનુભાઈ પાટડિયા, વિજયભાઈ પ્રભુભાઈ શિયાળ, નીતિનભાઈ જયેશભાઈ બાંભણિયા અને વિપુલભાઈ ભગવાનભાઈ ઈટોલિયા જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૨,૨૫૦ સાથે ઝડપાયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એચ. પી. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.









































