જિલ્લામાં બે સ્થળેથી ૪ લિટર દેશી દારૂ પકડાયો હતો. લાઠીના ધામેલ ગામેથી એક મહિલા પાસેથી ૩ લિટર તથા જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબત્તી પાસેથી ૧ લિટર મળી કુલ ૪ લિટર દેશી દારૂ ઝડપાયો હતો. આ ઉપરાંત, ધારીમાંથી ૪ તેમજ જાફરાબાદ, નાના માચિયાળા, દામનગર, બગસરા અને ડુંગર ગામેથી ૧-૧ મળી કુલ ૯ ઈસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.





































