બાબરાના વાંકીયા ગામે માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં દીકરીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મહેશભાઈ હરજીભાઈ કટેશીયા (ઉં.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, ગાયત્રીબેન કટેશીયા (ઉં.વ. ૨૪)ને તેમની માતાએ ઘરકામ કરવા બાબતે ઠપકો આપતા તેમને મનમાં લાગી આવ્યું હતું. જેથી તેણે ઘઉંમાં નાખવાની ટીકડી ખાઈ લેતા સારવાર દરમિયાન તેમનું મરણ નીપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે. આર. દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.







































