શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાસુખનગર જૈન દેરાસરમાંથી ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિની આશરે ૯ કિલો વજનની ચાંદી ભરેલું ખોખું ચોરાઈ જવાની ઘટના નોંધાઈ છે. દેરાસરમાં છેલ્લા ૮ વર્ષથી પૂજારી તરીકે કામ કરતા મૂળ સાબરકાંઠાના અશ્વિનભાઈ રમેશભાઈ સોલંકી સામે ચોરીની શંકા વ્યક્ત કરીને દેરાસરના પ્રમુખે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રૂ. ૪ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે.
કૃષ્ણનગરમાં સિનેપ્રાઇઝ સિનેમા પાસે મંગલદીપ સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય કનુભાઈ રતિલાલ શાહ સેજપુર બોઘા જીડી હાઈસ્કૂલ પાસે ‘આભૂષણ જ્વેલર્સ’ નામની દુકાન ધરાવે છે. તેઓ છેલ્લા ૯ વર્ષથી મહાસુખનગર સ્થિત જૈન દેરાસરમાં પ્રમુખ તરીકે વહીવટી કામ અને દેખરેખની સેવા આપે છે. દેરાસરમાં પૂજા-પાઠ, ભગવાનના આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવા અને સાફ-સફાઈ માટે ટ્રસ્ટ દ્વારા ૮ વર્ષ પહેલાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ડગલા ગામના રહેવાસી અÂશ્વનભાઈ રમેશભાઈ સોલંકીને પૂજારી તરીકે નોકરી પર રાખવામાં આવ્યા હતા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જૈન સમાજના પર્યુષણ મહોત્સવ દરમિયાન ટ્રસ્ટ દ્વારા ૧૫ વર્ષ પહેલાં રૂ. ૪ લાખની કિંમતે બનાવવામાં આવેલા આશરે ૯ કિલો ચાંદીના આભૂષણ ભગવાન વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિને પહેરાવેલાં જાવા મળ્યા હતા. ત્યારબાદ ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ પ્રમુખ કનુભાઈ શાહ દેરાસરમાં ગયા ત્યારે મૂર્તિ પર ચાંદી જાવા મળી ન હતી. આ અંગે દેરાસરના અન્ય કારોબારી સભ્યોને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઘણા સમયથી ભગવાનને ચાંદીના આભૂષણ પહેરાવવામાં આવતાં ન હતાં. બીજી તરફ, દેરાસરના પૂજારી અÂશ્વનભાઈ સોલંકી ૨ નવેમ્બર ૨૦૨૬થી નોકરી છોડીને જતા રહ્યા હતા. જેથી ૨૭ સપ્ટેમ્બરથી ૧૭ નવેમ્બર ૨૦૨૬ના સમયગાળા દરમિયાન પૂજારી અશ્વિનભાઈ સોલંકી જ આ ચાંદી ચોરી કરીને લઈ ગયા હોવાની પ્રબળ શંકાના આધારે કનુભાઈ શાહે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


































