ભરૂચના ઝઘડિયા ચોકડી પર હાઈવા ટ્રક અને એકટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકટીવા પર સવાર યુવક અને યુવતીનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને ટ્રકના પૈડા નીચે ચગદાઈ ગયાં હતાં. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલ આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અકસ્મતની ઘટના બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. ટ્રકના પૈડા નીચે એકટીવા સવાર યુવક અને યુવતી ચગદાયા હતા. તેમને બહાર કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ટુવ્હીવરનો નંબર જીજે૨૨ એસી ૩૫૮૮ છે. જાકે, બંનેનાં મોત થતાં પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
બીજી તરફ, અકસ્માતને પગલે ઝઘડિયા ચોકડી પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહો બહાર કઢાવવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.







































