કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ તેમજ ‘અમદાવાદ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૯’ જેવા આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનોની યજમાનીને ધ્યાનમાં રાખીને અમદાવાદના શહેરી માળખાકીય સુવિધાઓને વધુ સુવ્યવસ્થિત, આધુનિક અને ભવિષ્યલક્ષી બનાવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. આ દિશામાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવા એએમસીના કુલ અંદાજે ૮૦૦ મુખ્ય બસ સ્ટોપને સ્માર્ટ બસ સ્ટોપ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી અઢીથી ત્રણ વર્ષમાં આ તમામ બસ સ્ટોપનું આધુનિકીકરણ કરવામાં આવશે. ભવિષ્યમાં જરૂરિયાત જણાય તો વધારાના બસ સ્ટોપને પણ સ્માર્ટ બસ સ્ટોપ તરીકે વિકસાવવામાં આવશે.અમદાવાદ શહેરમાં હાલના અનેક બસ સ્ટોપ જૂના થઈ ગયા હોવાથી મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને સુવિધાજનક અનુભવ મળી રહે તે આ પહેલનો મુખ્ય હેતુ છે. શહેરના જાહેર પરિવહનના માળખાને આધુનિક બનાવવા સાથે ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ સુવિધાઓ વિકસાવવાનું પણ આ પ્રોજેક્ટનું લાંબા ગાળાનું વિઝન છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવનારા દરેક સ્માર્ટ બસ શેલ્ટરમાં મુસાફરોની સુવિધા માટે ઇટીએ ડિસ્પ્લે, રૂટ મેપ, સેન્સરથી સંચાલિત એલઇડી લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત પસંદગીના બસ શેલ્ટર પર મોબાઇલ ચા‹જગ પોઇન્ટ અને વાયફાયની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. મુસાફરોની સુવિધા અને સુગમતા માટે બસ સ્ટેન્ડ પર ચા-કોફી જેવી રિફ્રેશમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બસ સ્ટોપ પર વરસાદી પાણીના નિકાલ તેમજ મુસાફરોની સરળ અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે.
મુસાફરોને બસના રૂટ, જ્યાં જવું હોય તે સ્થળ અને બસના સમયની માહિતી સરળતાથી મળી રહે તે માટે બસ સ્ટોપ પર રૂટ મેપ, બસ સમયપત્રક અને જીપીએસ આધારિત સિસ્ટમ સાથે જાડાયેલા રિયલ-ટાઇમ ઇટીએ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવશે. આ ડિસ્પ્લે પર બસના આગમનના અંદાજિત સમય અને બસ સેવાની રિયલ-ટાઇમ માહિતી દર્શાવવામાં આવશે.એલઇડી ડિસ્પ્લે પેનલ અને જીપીએસ આધારિત સ્માર્ટ ટેક્નોલોજીના ઉપયોગથી મુસાફરોને બસના આગમનનો સમય અને રૂટની માહિતી સરળતાથી તથા સમયસર મળી રહેશે.
આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે મોબાઇલ એÂપ્લકેશન વિકસાવવાનું પણ આયોજન છે. આ એપના માધ્યમથી નાગરિકો ઘરે બેઠાં જ બસ ક્્યાં છે, તેમના બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં પહોંચશે અને બસના આગમનનો અંદાજિત સમય જાણી શકશે. સાથે જ ઘરે બેઠા બસ રિઝર્વેશન કરવાની સુવિધા પણ વિકસાવવાનું આયોજન છે. આ ડિજિટલ વ્યવસ્થાના અમલીકરણથી મુસાફરોને મુસાફરીનું અગાઉથી આયોજન કરવામાં સરળતા રહેશે અને બસ સ્ટોપ પર બિનજરૂરી રાહ જાવાનો સમય ઘટાડી શકાશે.







































