અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યો હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો અને રજૂઆતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાસ્મોની પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ જિલ્લા પંચાયતને રાજ્ય સરકાર તરફથી રૂ.૩૪.૫૪ લાખનો ચેક અર્પણ કરાયો હતો. એન્ટિબાયોટિક દવાઓનો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઉપયોગ ન કરવા શપથ લેવાયા હતા.





































