મુંબઈ હાઈકોર્ટે મુંબઈના ભીંડી બજારમાં સ્થિત ‘મુસાફિરખાના’ ઈમારતના તોડી પાડવા પર રોક લગાવી દીધી છે. અગાઉ, મ્સ્ઝ્રની ટીમ ઈમારત તોડી પાડવા માટે પહોંચી હતી. પરંતુ આ સમય દરમિયાન, ઈમારત તોડી પાડવા સામે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, ત્યારબાદ કોર્ટે તાત્કાલિક તોડી પાડવા પર રોક લગાવી દીધી હતી.મુસાફિરખાનાને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું ઘર માનવામાં આવે છે, જે તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું મુખ્ય મથક હતું. ૧૯૮૦ ના દાયકામાં, આ વિસ્તાર દાઉદ અને તેની ગેંગના મુખ્ય આશ્રયસ્થાન તરીકે જાણીતો હતો. ૧૯૮૬ માં દેશ છોડતા પહેલા, દાઉદ અને તેનો પરિવાર આ મુસાફિરખાના ઈમારતના બીજા માળે રહેતા હતા. તેની ઓફિસ પણ ત્યાં આવેલી હતી.જાકે, સ્થાનિક લોકો તેને મસ્જિદ કહે છે, અને આ જ કારણ છે કે તેના તોડી પાડવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મ્સ્ઝ્ર તેને તોડી રહી હતી કારણ કે આ ઈમારત ૮૦ વર્ષથી વધુ જૂની અને જર્જરિત છે.
‘મુસાફિરખાના’ તોડી પાડવા સામે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન, અરજદારોએ દલીલ કરી હતી કે બીએમસીએ અચાનક તોડી પાડવાની નોટિસ જારી કરી અને નિર્ણયનો જવાબ આપવા અથવા પડકારવાનો સમય આપ્યા વિના કાર્યવાહી શરૂ કરી.બીએમસીએ આ દલીલનો વિરોધ કરતા કહ્યું કે અચાનક કાર્યવાહીનો દાવો ખોટો છે, અને ઇમારત અંગેની પહેલી નોટિસ ૨૦૧૮ માં જારી કરવામાં આવી હતી.કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો કે શું મિલકત વકફ બોર્ડની છે. આ વિવાદમાં મિલકતની માલિકી અને તેનો વકફ દરજ્જા મુખ્ય મુદ્દાઓ તરીકે ઉભરી આવ્યો છે. જાકે, મિલકતના વકફ દરજ્જા અંગેનો વિવાદ હાલમાં વકફ ટ્રિબ્યુનલ સમક્ષ પેન્ડિંગ છે. બીએમસીએ આ ઇમારતને સી-૧’ તરીકે વર્ગીકૃત કરી છે, જેનો અર્થ છે કે તે અત્યંત જાખમી છે અને તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે.બીએમસી દ્વારા આ તોડી પાડવાની કાર્યવાહી ઇમારતની સલામતી અને ભીંડી બજાર પુનર્વિકાસ પ્રોજેક્ટ (જેમાં રોડ પહોળો કરવાનો પણ સમાવેશ થાય છે) સાથે સંબંધિત છે.