બાબરા તાલુકાના ગલકોટડી ગામનો ૨૦ વર્ષીય હર્ષભાઈ મનસુખભાઈ નવાપરિયા છેલ્લા સાત મહિનાથી ગુમ હતો. બાબરા પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નંબર ૨૨/૨૦૨૬ નોંધાઈ હતી. બાબરા પોલીસની સર્વેલન્સ ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી આણંદના વિદ્યાનગર ખાતેથી યુવકને શોધી કાઢ્યો હતો. ભાવનગર રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને અમરેલી એસ.પી. સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એમ.બી. ઓસુરાની ટીમે આ કામગીરી કરી યુવકને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.







































