સાવરકુંડલામાં ભારત સરકારની રાષ્ટ્રીય વયોવૃધ્ધ યોજના અંતર્ગત વડીલોને આત્મનિર્ભર અને સુવિધાસભર જીવન મળી રહે તેવા હેતુથી સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૮૨ લાભાર્થીઓને કુલ ૧,૦૧૨ વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માટે રૂ. ૧૩.૪૪ લાખની સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને જિલ્લા પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈએ જણાવ્યું હતું કે, વડીલો અને દિવ્યાંગોના આંસુ લૂછવા અમારી ફરજ છે. અમને ઈશ્વરે બીજાની મદદ કરવા માટે બનાવ્યા છે. આ પ્રસંગે પ્રકાશભાઈ પાનસુરિયા, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન મહીડા, પૂજાબેન પટેલ સહિતના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.









































