૨૦૩૦ માં ત્રીજું વિશ્વયુધ્ધ થશે?
અમેરિકા, જાપાન, બ્રિટન સહિતના દેશોમાં લોકોને સરકાર દ્વારા જ ઘરમાં ઇમરજન્સી રાશન, પાવર બેંક, પીવાનું પાણી વગેરેનો સંગ્રહ કરવાની સલાહ અપાતાં સોશિયલ મીડિયા પર ત્રીજું વિશ્વયુધ્ધ તોળાઈ રહ્યું હોવાની ચેતવણીઓ શરૂ થઈ ગઈ છે. ૨૦૩૦ સુધીમાં જું વિશ્વયુધ્ધ ફાટી નિકળશે એવી આગાહીઓ થવા માંડી છે. તેને લગતાં વિશ્લેષણોનો પણ મારો ચાલી રહ્યો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ‘ત્રીજું વિશ્વયુધ્ધ નજીક છે’ એવો મમરો મૂકીને બળતામાં ઘી હોમ્યું છે. ટ્રમ્પની કોમેન્ટ પછી અમેરિકા પોતાના સૈન્ય મથકોમાં ૯૦ દિવસ સુધી ચાલે તેટલું ખાવાનું, હથિયારો અને ફ્યુઅલ એકઠું કરી રહ્યું હોવાના સમાચાર આવતાં દુનિયામાં મોટું યુધ્ધ તોળાઈ રહ્યું હોવાની વાતોને હવા મળી છે.
સોશિયલ મીડિયા પરની વાતો સાવ મોં-માથા વિનાની પણ નથી કેમ કે યુકેના સંરક્ષણ મંત્રી વેસ સ્ટ્રીટીંગે થોડા દિવસ પહેલાં જ ચેતવણી આપી હતી કે, વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક રાજકીય જોખમોને જોતા બ્રિટન અને તેના નાટો (દ્ગછ્ર્ં) સહયોગી દેશો પાસે યુધ્ધ માટે સજ્જ થવા માટે માત્ર ૧૦૦૦ દિવસ બચ્યા છે. અત્યારે ૨૦૨૬નો અંત નજીક છે એ જોતાં આશરે ૨૦૩૦ સુધીનો સમય છે.
વેસ સ્ટ્રીટીંગનું નિવેદન વ્યક્તિગત નહોતું કેમ કે આ નિવેદન પછી તરત જ યુકે સરકારે દેશમાં નાગરિકો માટે ‘બી રેડી’ અભિયાન શરૂ કર્યું છે. ‘બી રેડી’ અભિયાન હેઠળ સામાન્ય લોકોને સાયબર એટેક, પૂર સહિતની કુદરતી આફતો કે વીજળી ગુલ થવી સહિતની કોઈપણ અચાનક આવી પડતી કટોકટીને પહોંચી વળવા ઘરમાં ઓછામાં ઓછો ૩ દિવસ એટલે કે ૭૨ કલાકનો સામાન રાખવા સલાહ આપવામાં આવી છે. લોકોને ઘરોમાં ઓછામાં ઓછું ૩૦૦ લિટર લીટર પાણી, લાંબો સમય ચાલે તેવો ખોરાક, દવાઓ, ટોર્ચ અને રોકડા પૈસા સહિતની ચીજો તૈયાર રાખવા કહેવાયું છે.
યુકેના પગલે જાપાનની સરકારે પણ આવી જ જાહેરાત કરી નાંખી. જાપાન સરકારે નવી ‘નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી’ શરૂ કરીને ૨ નવેમ્બરથી તમામ નાગરિકોને ઘરમાં આપત્તિજનક સ્થિતિ માટે તૈયારીઓ રાખવાની સત્તાવાર અપીલ કરી નાંખી છે. જાપાનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીએ તમામ નાગરિકોને ઘરમાં ઓછામાં ઓછા ૩ દિવસ અને આદર્શ રીતે ૧ અઠવાડિયા સુધી ચાલે તેટલું અનાજ, પાણી અને ટોઇલેટરીઝ સહિતનો જરૂરી સામાન સંગ્રહ કરવા જણાવ્યું છે. જાપાનમાં સામાન્ય રીતે ભૂકંપના જોખમોને કારણે આવી તૈયારીઓ રખાતી હોય છે પણ આ વખતે ભૂકંપનો ઉલ્લેખ કરાયો નથી.
અમેરિકા અને યુરોપના દેશોમાં પણ આવી ચેતવણી અપાઈ છે. અમેરિકા (ેંજીછ) ના લશ્કરી હેડક્વાર્ટર પેન્ટાગોને પણ પોતાની તમામ લશ્કરી છાવણી એટલે કે મિલિટરી બેઝને બહારની કોઈ સહાય વિના સળંગ ૯૦ દિવસ સુધી ટકી શકાય એ રીતે સજ્જ કરી દીધું. જર્મની, ફ્રાન્સ અને નોર્વે જેવા યુરોપિયન દેશોએ પણ પોતાના નાગરિકોને કટોકટીના સમય માટે ૩ દિવસથી શરૂ કરીને ૧૦ દિવસ સુધીનું રેશન રાખી મૂકવા માટે સલાહ આપીને એક ગાઈડલાઈન જાહેર કરી છે.
અમેરિકા-યુરોપને કોનો ડર છે ?
યુકે, જાપાન, અમેરિકા, યુરોપના દેશો પાસે ઈન્ટેલિજન્સ રીપોર્ટ હશે તેના આધારે આ ફરમાન કરાયાં હોવાનું મનાય છે. સવાલ એ છે કે, કોના ડરના કારણે આ દેશો આ તૈયારી કરી રહ્યા છે ? કોઈ દેશે ફોડ પાડીને વાત કરી નથી પણ આ ડર રશિયાનો હોવાનું મનાય છે. રશિયા ૨૦૩૦ સુધીમાં યુરોપ પર આક્રમણ કરશે એવું સૌને લાગે છે. યુરોપના દેશો અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટોમાં સભ્યો છે તેથી યુરોપ પર આક્રમણ થાય તો અમેરિકાએ મેદાનમાં આવવું જ પડે ને અમેરિકા મેદાનમાં આવે તો જાપાન સહિતના તેના સાથી દેશોને સૌથી પહેલી અસર થાય તેથી રશિયાનું યુરોપ પર આક્રમણ વિશ્વ યુધ્ધમાં ફેરવાઈ જાય એવો ખતરો છે.
આ ફરમાનોની વિગતો સોશિયલ મીડિયા પર ફેલાતાં લોકોમાં ગભરાટ ફેલાયો અને ત્રીજા વિશ્વયુધ્ધની આશંકાઓ સેવાવા માંડી પછી આ દેશોની સરકારોએ વાતને વાળવા માટે એવી ચોખવટો કરવા માંડી છે કે, કોઈ તાત્કાલિક હુમલાની ચેતવણીના કારણે આ સૂચનાઓ નથી અપાઈ પરંતુ ભવિષ્યમાં આવી પડનારી કુદરતી આપત્તિઓ કે સાયબર હુમલાઓ સામે દેશની સુરક્ષા મજબૂત કરવા માટે તૈયારી રાખવા આ સૂચનાઓ અપાઈ છે. આ વાત ગળે ઉતરતી નથી કેમ કે અત્યાર સુધી નહીં ને અચાનક જ કેમ આવી ચેતવણીઓ અપાઈ ? અને યુકેએ તો ૧૦૦૦ દિવસ જ બચ્યા હોવાનું સાફ શબ્દોમાં કેમ કહ્યું ?
યુરોપ-રશિયાના સંબંધો કેવા છે ?
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી રશિયા અને યુરોપના સંબંધો તણાવપૂર્ણ છે. યુરોપના ઘણા દેશો યુક્રેનને મદદ કરવા માટે રશિયા સામે જંગ છેડવા માટે થનગની રહ્યા છે પણ રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિનના પાગલપણાથી ડરી રહ્યા છે તેથી જંગમાં કૂદ્યા નથી. આ દેશો છાસવારે પુતિનને ચેતવણીઓ આપે જ છે પણ પુતિન તેને ગણકારતા નથી.
હમણ્ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે કેમ કે યુરોપના દેશોએ બાલ્ટિક સમુદ્રમાં રશિયાનાં જહાજોની અવરજવર રોકવાની હિલચાલ આદરી છે. રશિયા ભારત સહિતના દેશોને ક્રુડ ઓઈલ આ રસ્તે જ પહોંચાડે છે. પશ્ચિમી પ્રતિબંધોથી બચવા રશિયા દસ્તાવેજો વિના અને જૂના જહાજો દ્વારા બાલ્ટિક સમુદ્રના માર્ગે ક્રુડ ઓઈલ વેચે છે. યુરોપના દેશો પર્યાવરણ અને સુરક્ષાને બહાને આ જહાજોને સમુદ્રમાં રોકવા મથી રહ્યા છે. યુરોપિયન દેશોનું કહેવું છે કે, રશિયા દ્વારા વપરાતાં જૂના જહાજો બાલ્ટિક સમુદ્રના સાંકડા અને છીછરા દરિયાઈ માર્ગોમાં અથડાય તો ક્રુડ ઓઈલ લીક થાય તો આખા વિસ્તારની દરિયાઈ ઇકોસિસ્ટમ તબાહ થઈ જાય તેથી રશિયા પર નિયંત્રણો જરૂરી છે. રશિયાએ આ પ્રયાસોને પોતાના વેપાર પરનો સીધો હુમલો ગણાવ્યો છે.
ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાયા બાદ બાલ્ટિક સમુદ્રના લગભગ ૯૦ ટકા કિનારા નાટો દેશોના નિયંત્રણ હેઠળ છે. સેન્ટ પીટર્સબર્ગ અને કલિનિનગ્રાડ એ બે રશિયાનાં મોટાં બંદરો આ વિસ્તારમાં જ છે તેથી રશિયાને ડર છે કે યુરોપીય દેશો આ બંને બંદરોને બંધ કરી શકે છે ને રશિયાનાં જહાજોની અવરજવર રોકી શકે છે. એવું થાય તો રશિયાના અર્થતંત્રને ફટકો પડી જાય તેથી વ્લાદિમીર પુતિને યુરોપિયન દેશોને ચેતવણી આપી છે કે, બાલ્ટિક સમુદ્રમાં જહાજોની અવરજવર રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો ત્યાં પણ હોર્મુઝ જેવી સ્થિતિ ઊભી થશે અને રશિયા સાથે ટકરાવ વધારવો યુરોપના દેશોને માટે મોંઘો પડી જશે. પુતિને રશિયા યુરોપ સાથે યુધ્ધ ઇચ્છતું નથી એ સ્પષ્ટતા કરીને ચીમકી આપી છે કે, કોઈ દેશ રશિયા સાથે ટકરાશે તો તેના પરિણામો માટે તૈયાર રહેવું પડશે.
વિશ્વ યુધ્ધ થાય તો ભારતને શું અસર થાય ?
ભારતની અત્યાર સુધીની નીતિ જોતાં ભારત યુધ્ધમાં સીધું સામેલ થાય એવી કોઈ શક્યતા નથી. ભારતના રશિયા અને યુરોપના દેશો બંને સાથેના સંબંધો સારા છે. યુક્રેન યુધ્ધના મામલે પણ ભારત તટસ્થ રહ્યું છે. ભારત યુરોપથી દૂર પણ હોવાથી ભારત પર સીધા કોઈ આક્રમણનો ખતરો નથી પણ વિશ્વ યુધ્ધ થાય તો આખી દુનિયા ડામાડોળ થઈ જ જાય.
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનું સામાન્ય યુધ્ધ પણ ભારતની હાલત બગાડી નાંખે છે તો વિશ્વ યુધ્ધથી તો ભારતના અર્થતંત્રની હાલત સાવ ખરાબ થઈ જાય. ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ હોવાથી ભારતની જરૂરીયાતો સૌથી વધારે છે. ભારત અનાજ, દૂધ સહિતની કેટલીક રોજિંદી જરૂરીયાતની ચીજો સિવાય બાકીની લગભગ તમામ ચીજો માટે બીજા દેશો પર નિર્ભર હોવાથી ભારત માટે વિશ્વ યુધ્ધ મોટો ફટકા સાબિત થાય.
માનો કે વિશ્વ યુધ્ધ ના થાય ને રશિયા અને યુરોપ વચ્ચે તણાવ વધે તો પણ ભારતની હાલત બગડી જાય. બાલ્ટિક સમુદ્ર મારફતે રશિયાનું લગભગ ૪૦ ટકા ક્રુડ ઓઈલ બીજા દેશોમાં જાય છે. આ માર્ગ પર નાકાબંધી થાય તો ક્રુડ ઓઈલના ભાવ સીધા ડબલ થઈ જાય ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ જાય તેમાં ભારતમાં મોંઘવારી બેફામ થઈ જાય. પેટ્રોલ-ડીઝલ અને ખાતરના ભાવ વધી જાય તેથી ખાદ્યપદાર્થો સહિતની રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓના ભાવ વધે તેમાં ભારતની હાલત બગડી જાય. આ કારણે આપણે તો વિશ્વ યુધ્ધની વાત છોડો પણ રશિયા અને યુરોપ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ના થાય એવી પ્રાર્થના કરવી જોઈએ.









































