અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામથી વિઠ્ઠલપુર ખંભાળીયા જવાના રસ્તે આવેલી ગૌચરની જગ્યામાં પાણીના વોકળા પાસે ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવાનો ૯૦ લીટર કાચો આથો, ૩૦ લીટર બળેલ આથો (વોશ) અને એક બાઇક મળી કુલ રૂ. ૭૪,૭૩૦નો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, ટીંબા ગામે ત્રણ મહિલાઓ પાસેથી દેશી દારૂ બનાવવાનો ૩૦૦ લીટર આથો તથા મોણપુર ગામેથી ૬૦૦ લીટર આથો મળી આવ્યો હતો. આમ, પોલીસે કુલ ૯૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો. આ સિવાય સમગ્ર જિલ્લામાંથી ૧૬ શખ્સો કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા-ફરતા ઝડપાઈ ગયા હતા.






































