રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચે (ન્ઝ્રમ્) ગોંડલના ચોરડી ગામની સીમમાં ઉર્જ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ચાલી રહેલા વિદેશી દારૂના મોટા કટીંગ પર સફળ દરોડો પાડ્‌યો હતો. બાતમીના આધારે પીઆઈ જે.પી. રાવની આગેવાનીમાં ટીમે કાર્યવાહી કરી રૂ. ૩૫.૭૯ લાખની કિંમતની વિદેશી દારૂની ૪,૯૮૬ બોટલો (૪૧૪ પેટી) જપ્ત કરી હતી. આ ઉપરાંત સ્થળ પરથી આઇસર, અશોક લેલેન્ડ દોસ્ત, અર્બન ક્રુઝર કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૫૫.૮૯ લાખથી વધુનો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે દારૂ મંગાવનાર સોહિલ સલીમભાઇ મડમ, વાહનોના ચાલકો અને દારૂ મોકલનાર અજાણ્યા શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.