કેન્દ્રીય મંત્રી ડા. મનસુખ માંડવિયા ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ૧૧-પોરબંદર લોકસભા સીટના પ્રવાસે રહેશે.પ્રવાસની શરૂઆત સવારે ૦૯ઃ૦૦ વાગ્યે બિલડી, કુતિયાણા ખાતે ગ્રામજનો સાથે મુલાકાતથી થશે. ત્યારબાદ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે એસ. એમ. જાડેજા કોલેજ, કુતિયાણા ખાતે યુવા કનેક્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.સવારે ૧૧ઃ૩૦ વાગ્યે ચોલીયાણા, કુતિયાણા ખાતે ફરી ગ્રામજનો સાથે સંવાદ કરશે. બપોરે ૦૩ઃ૦૦ વાગ્યે પોરબંદર શહેર ખાતે દિશા કમિટીની બેઠકમાં હાજરી આપશે. સાંજે ૦૫ઃ૦૦ વાગ્યે પોરબંદર શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે અને રાત્રે ૦૮ઃ૦૦ વાગ્યે બખરલા અને પોરબંદર શહેરના વિવિધ ગરબી મંડળો અને રાસ મહોત્સવમાં હાજરી આપશે.