સાવરકુંડલા શહેરમાં એક યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે લતાબેન ભાવેશભાઈ કમાણી (ઉં.વ.૩૫)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, તેમના પતિ ભાવેશભાઈ નાજાભાઈ કમાણીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં પંખા કે કડી સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી તેમનું મોત નીપજ્યું હતું.