ધારીના વાઘાપરા વિસ્તારની એક પરિણીતાને તેના પતિએ જાનથી મારવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે શોભાબેન અશ્વિનભાઈ સોલંકી (ઉં.વ.૩૫)એ જૂનાગઢના બીલખા ખાતે રહેતા તેમના પતિ અશ્વિનભાઈ ભીખુભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર,આરોપી પતિ પરિણીતા સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરીને મેણાં-ટોણાં મારતો હતો. આ ઉપરાંત જેમ ફાવે તેમ ગાળો આપી, શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. તેમજ પરિણીતાને મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































