લાઠીની પીએમ શ્રી કન્યાશાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.વી. મિયાણી દ્વારા વાર્ષિક શાળા તપાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન વાલી મિટિંગનું પણ આયોજન કરાયું હતું. મિટિંગમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, માતા જૂથના વાલીઓ અને શાળાના હિતમાં કામ કરતા જાગૃત વાલીઓને આમંત્રિત કરાયા હતા. જેમાં શાળાની ભૌતિક જરૂરિયાતો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.