દામનગરમાં હીરાના વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. કાચા હીરા તૈયાર કર્યા બાદ મજૂરીના રૂ. ૭૦,૮૪૮ ચૂકવ્યા નહોતા. આ અંગે ભરતભાઈ ઉર્ફે વિજયભાઈ કેશુભાઈ ડાબસરા (ઉં.વ. ૩૨) એ હાલ સુરત રહેતા અને મૂળ જસદણના કમળાપુરના વલ્લભભાઈ એમ. સાકળીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, આરોપીએ તેમને કાચા હીરાનો રફ માલ મજૂરી કામ માટે આપ્યો હતો અને મજૂરીનું પેમેન્ટ સમયસર મળી જશે તેમ વિશ્વાસમાં લીધા હતા. વેપારીએ કાચા હીરા તૈયાર કરી આરોપીને મોકલાવ્યા હતા. જે બાદ મજૂરીના લેવાના નીકળતા રૂ. ૭૦,૮૪૮ અંગે અવારનવાર ફોન કરવા છતાં આરોપી સરખો જવાબ આપતો નહોતો. સમય જતાં ફોન ઉપાડવાનું બંધ કરી દઈ, પેમેન્ટ ન આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. એ. રોજીયા વધુ તપાસ કરી રહ્યા છે.