ધોરાજી ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા એસ.ટી. ડેપો ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડ્રાઇવર, કંડક્ટર અને મિકેનિક સહિતના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું હતું. મોબાઇલ વ્યસન, અકસ્માત નિવારણ અને બાળકોની સરખામણીથી થતા તણાવ અંગે સમજ અપાઈ હતી. કાર્યક્રમમાં ડેપો મેનેજર પી.એલ. ડાંગર, ડા. જયંત પંડ્‌યા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સરખામણી નહીં, સમજણ આપીએ અને ટીકા નહીં, સહકાર આપીએનો સંદેશ અપાયો હતો.