સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આશાપુરા માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રીના પ્રારંભે જ ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા હતા. આશાપુરા માતાજીનાં દર્શન કરીને ભાવિકો ભાવવિભોર બન્યા હતા. મંદિરે યોજાયેલા હવનમાં હજારો ભક્તોએ ભાગ લઈને દર્શન અને ધાર્મિક વિધિનો લાભ લીધો હતો. ધામી પરિવાર દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રધ્ધાળુઓએ માતાજીનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે જ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.





































