લાઠીના અકાળા ગામે આવેલા એક રહેણાંક મકાનમાંથી સોનાની બુટી અને ચાંદીના કંદોરા સહિતના દાગીનાની ચોરી થઈ હતી. આ અંગે ચંદુભાઈ કાનજીભાઈ પંચાસરા (ઉં.વ.૩૪)એ આશાબેન ધમાભાઈ પંચાસરા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના નાના ભાઈની પત્ની આશાબેન ધમાભાઈ પંચાસરાએ ઘરમાંથી સોનાની બે બુટી, ચાંદીના છડા અને કંદોરો મળી કુલ રૂ.૩૧,૦૦૦ની ચોરી કરી હતી. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.