સાવરકુંડલાની એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ-૯ની ૩૦૮ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું.
નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચાના હસ્તે સાયકલ અપાઈ હતી. આચાર્યા ઉષાબેન તેરૈયાએ શુભેચ્છા પાઠવી હતી. સાયકલ મળતા વિદ્યાર્થીનીઓમાં આનંદ જોવા મળ્યો હતો.