ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની ટી ૨૦ અને ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે એક મોટો ફેરફાર દર્શાવે છે. સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હરમનપ્રીત કૌરે અચાનક ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજીનામાના થોડા કલાકો પછી, ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે મંધાનાને નવી કેપ્ટન તરીકે જાહેર કરી. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ આગામી ઝિમ્બાબ્વે પ્રવાસથી શરૂ થશે.
સ્મૃતિ મંધાના માટે કેપ્ટનશીપ કોઈ અજાણી વાત નથી; તેણીએ અગાઉ ૧૮ ટી ૨૦ અને ચાર વનડે માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. જાકે, આ પહેલી વાર છે જ્યારે બીસીસીઆઇએ તેને મર્યાદિત ઓવર ફોર્મેટ (ચી ૨૦ અને વનડે) માં કેપ્ટન તરીકે નિયુક્ત કરી છે. શેફાલી વર્માને ઝિમ્બાબ્વે સામેની ટી ૨૦ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. દીપ્તિ શર્માને વનડે ટીમની ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે ભારતીય ટીમની કેપ્ટનશીપ મેળવવી તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. તેમણે કહ્યું કે તેમના દેશ માટે રમવું હંમેશા તેમના માટે ખૂબ જ ખાસ રહ્યું છે, અને હવે જ્યારે તેમને ટીમનું નેતૃત્વ કરવાની તક મળી છે, ત્યારે તે આ જવાબદારી સંપૂર્ણ સમર્પણ સાથે નિભાવશે. તેણીએ બીસીસીઆઈ, પસંદગીકારો, તેણીના સાથી ખેલાડીઓ અને તેણીને આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં મદદ કરવા માટે તેણીની સમગ્ર સફરમાં ટેકો આપનાર દરેકનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
ભારતની ટી ૨૦ ટીમઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઈસ-કેપ્ટન), નીકી પ્રસાદ, હરમનપ્રીત કૌર, અનુષ્કા શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરાણી, નંદી શર્મા, નંતિ ગોંડિ, કે અરમાન લાલ, કે. કલિતા, મિનુ મણિ ભારતની વનડે ટીમઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ, તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), વૈષ્ણવી શર્મા, શ્રીમતી ચારણ, શ્રીમતી ગોવિંદ, શ્રીમતી ગોવિંદ સાતઘરે, રેણુકા ઠાકુર










































