રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા ‘ગુજરાત ભાડા વિષયક અધિનિયમ, ૨૦૨૫’ અંગે રાજુલા બાર એસોસિએશન દ્વારા વિશેષ સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં નવા કાયદાની જોગવાઈઓથી વકીલો, પક્ષકારો અને સામાન્ય નાગરિકોને પડનારી મુશ્કેલીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.સભામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વિરોધ દર્શાવતા નિર્ણયને સર્વાનુમતે સમર્થન આપતો ઠરાવ પસાર કરાયો હતો. કાયદામાં યોગ્ય કાયદાકીય સુધારા ન થાય ત્યાં સુધી લોકશાહી ઢબે સશક્ત વિરોધ નોંધાવવાનો નિર્ણય લેવાયો હતો.






































