પંજાબ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પંજાબ ડીજીપીને લખેલા પત્ર અંગે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) તપાસનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.પંજાબનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જાકે,સીજેઆઇએ આજે કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે તેના પર કાલે અથવા પરમ દિવસે વિચારણા કરી શકાય છે.ફરિયાદ વિશે પૂછવામાં આવતા, વિકાસ સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આરોપો રાજ્યના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ સાથે સંબંધિત છે. આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે. ચૂંટણી સમયે આવા કેસ બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે.
હકીકતમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટગેશનને પંજાબમાં મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંકળાયેલા લોકો સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ સોંપવામાં આવી છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સીબીઆઇને કેસ નોંધવાનો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પંજાબ ડીજીપીને મોકલવામાં આવેલા પત્રોની તપાસ કરવાનો આદેશ આપ્યો. કોર્ટે સીબીઆઇને બે મહિનાની અંદર તેનો તપાસ અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.હાઇકોર્ટે આ આદેશ એડવોકેટ નિખિલ સરાફ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર આપ્યો હતો, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પંજાબ પોલીસને મોકલવામાં આવેલા પત્રોના આધારે સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી. આ મામલો મુખ્યમંત્રી ભગવંત માનના ઓએસડી, રાજબીર સિંહ ખુમાન અને તેમના સહયોગીઓ, નીતિન ગોહલ અને બીર દેવિંદર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાથે સંબંધિત છે. ઈડીએ પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પત્ર મોકલીને આ વ્યક્તિઓ સામે ફોજદારી કેસ નોંધવાની વિનંતી કરી હતી. પંજાબ પોલીસ કેસ નોંધવામાં નિષ્ફળ ગયા બાદ આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
ઈડીનો આરોપ છે કે આ વ્યક્તિઓએ સરકારી અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ, સરકારી કામકાજ અને ટેન્ડર પ્રક્રિયામાં દખલગીરી કરી હતી. એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે ગુપ્ત સરકારી દસ્તાવેજા મેળવવા અને વહીવટી નિર્ણયોને પ્રભાવિત કરવા સંબંધિત સામગ્રી મળી આવી છે.અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી કે ઈડી દ્વારા આગળ લાવવામાં આવેલા આરોપો ગંભીર છે અને તેની તપાસ પંજાબ પોલીસ અથવા પંજાબ વિજિલન્સને બદલે સ્થાનિક પ્રભાવથી સ્વતંત્ર એજન્સી દ્વારા થવી જાઈએ. તેમણે કથિત નાણાકીય વ્યવહારો અને સમગ્ર મની ટ્રેલની તપાસની પણ માંગ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તેની તપાસ દરમિયાન આ આરોપો સંબંધિત સામગ્રી એકત્રિત કરી હતી, જેમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં કથિત નાણાકીય વ્યવહારો, સરકારી નીતિઓ/મંજૂરીઓ, અને ટેન્ડર અને અન્ય સરકારી કામકાજને પ્રભાવિત કરવાનો ખુલાસો થયો હતો. ૩૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ, ઈડીએ આ સામગ્રી પંજાબના પોલીસ મહાનિર્દેશકને મોકલી, જેમાં એફઆઇઆર નોંધવાની વિનંતી કરવામાં આવી. આમ છતાં, પંજાબ પોલીસે લગભગ બે મહિના સુધી હ્લૈંઇ નોંધી ન હતી. તેઓએ વિવિધ અધિકારીઓની પૂછપરછ કરવાનું અને સામગ્રીની તપાસ અને ચકાસણી કરવા માટે દસ્તાવેજા એકઠા કરવાનું શરૂ કર્યું. હાઇકોર્ટે આખરે સંમતિ આપી કે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ જરૂરી છે અને પંજાબ પોલીસના અભિગમથી અસંતુષ્ટ થઈને, તપાસ સીબીઆઇને સોંપી દીધી.






































