મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે બાબરા શહેર ભાજપ દ્વારા ખાદી ભંડાર ખાતે બાપુને પુષ્પહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા ખાદીની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પરવાડીયા, પ્રતાપભાઈ ખાચર, ધર્મેશભાઈ વાવડીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીજીના સ્વદેશી અને ખાદીના વિચારો જન-જન સુધી પહોંચાડવા સંકલ્પ કરાયો હતો.