ધારી તાલુકાના ખીચા ગામે ગ્રામજનોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જેવી કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે પેટા આરોગ્ય કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખીચા ગામના સરપંચ, ભાજપના રાજકીય આગેવાનો તેમજ હેલ્થ વિભાગના અધિકારીઓ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. નવા પેટા આરોગ્ય કેન્દ્રથી ગામના લોકોને આરોગ્ય સંબધી જરૂરી સેવાઓ હવે નજીકના સ્થળે મળી શકશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય કેન્દ્રથી ગ્રામજનોને વધુ સારી સારવાર અને આરોગ્ય સેવાઓનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે લોકાર્પણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.






































