બગસરા તાલુકાના વિવિધ ગામોમાં ચાલી રહેલા વિકાસકાર્યોની તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ સતાસિયા દ્વારા ઓચિંતી મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવી હતી. તેમની સાથે સામાજિક ન્યાય સમિતિના સદસ્ય જીવનભાઈ મયાત્રા તથા અધિક મદદનીશ ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા. જુના વાઘણીયા ગામે ચાલી રહેલા કોઝવેના કામની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ હડાળા ગામે સીસી રોડની કામગીરીનું સરપ્રાઈઝ ચેકિંગ કરી માર્ગદર્શન અપાયું હતું.
બંને કામોમાં ગુણવત્તા જળવાઈ રહે અને કોઈ ગેરરીતિ ન થાય તે અંગે સંબંધિતોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.





































