રાજકોટ ડેપો દ્વારા રાજુલા અને રાજકોટ વચ્ચે ટુ-બાય-ટુ એસી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટથી રાજુલા તરફ બસ બપોરે ૧૨ વાગ્યે ઉપડશે, જ્યારે રાજુલાથી રાજકોટ તરફ બસ સવારે ૫ઃ૩૦ વાગ્યે ઉપડશે. બસનું ભાડું રૂ.૩૪૦ રાખવામાં આવ્યું છે. રાજકોટ ડેપો મેનેજરના જણાવ્યા મુજબ પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે. રાજુલા-રાજકોટ વચ્ચે નિયમિત મુસાફરી કરતા પ્રવાસીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. આ બસનું ઓનલાઈન રિઝર્વેશન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકશે. એસટી વિભાગ દ્વારા પ્રવાસી જનતાને આ બસ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.