જાફરાબાદના મોચીવાડ વિસ્તારમાંથી બે પત્તાપ્રેમી રૂ. ૨૪,૭૨૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા, જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. ઈશ્વરભાઈ બારૈયાની વાડી પાસે યોગેશભાઈ ભરતભાઈ પરમાર તથા વિપુલભાઈ જીવણભાઈ ચૌહાણ ગંજીપત્તાનાં પાનાં તથા પૈસા વડે જાહેરમાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં રોકડા રૂ.૨૪,૭૨૦ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. જ્યારે સુરેશભાઈ નાનજીભાઈ સાંખટ, પ્રકાશભાઈ જીતેન્દ્રભાઈ સાંખટ તથા કમલેશભાઈ જીવણભાઈ બારૈયા પોલીસને થાપ આપી નાસી છૂટ્યા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.