બાબરાના ચરખા ગામે શોર્ટ સર્કિટ થવાથી કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગે વિરમભાઈ હકાભાઈ ધ્રાંગિયા (ઉં.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમની કાર પોતાના રહેણાંક મકાનના ફળિયામાં પાર્ક કરેલી હતી. જેમાં અચાનક કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે.આર.
દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.