ધારીમાં રહેતાં શોભનાબેન પરશોત્તમભાઈ ધંધુકિયા (ઉં.વ.૩૫)એ સુનીલ રવિભાઈ જાદવ તથા નીમબેન રવિભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાક્ષીઓ બજારમાં કૂતરું હડકાયું થયું હોવાથી તે જોવા માટે બજારમાં
જતાં હતાં, ત્યારે આરોપીઓએ તેમને તથા સાક્ષી રવિભાઈને ગાળો આપી હતી. તેમજ “અગાઉ થયેલો કેસ પાછો ખેંચી લેજો, નહીંતર જીવતા નહીં રહેવા દઈએ” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય સુનીલ જાદવે કૂહાડી લાવીને કૂહાડીના પાછળના ભાગનો (મૂંઢ) એક ઘા રવિભાઈને ડાબા પડખા પર માર્યો હતો. જ્યારે નીમબેન જાદવે શરીરે આડેધડ મૂંઢ માર મારી ગાળો આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.






































