વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જાહેર જીવન અને સેવા સંકલ્પના ભાગરૂપે ઉનાના વોર્ડ નં. ૧ના ખોડીયારનગર ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. ધારાસભ્ય કે.સી. રાઠોડના હસ્તે કેમ્પનો પ્રારંભ કરાયો હતો. ગણેશજી અને ખોડિયાર માતાની પૂજા બાદ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં બી.પી., સુગર ટેસ્ટ, એક્સ-રે, સામાન્ય આરોગ્ય તપાસ, તબીબી માર્ગદર્શન અને દવાઓની નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. જરૂરિયાતમંદો માટે સ્થળ પર PMJAY કાર્ડ કાઢી આપવાની સુવિધા પણ હતી. NCD સ્ક્રીનિંગનો ૫૨, આરોગ્ય સેવાઓનો ૮૦, X-Rayનો ૨૮ અને PMJAY કાર્ડનો ૨૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો.


































