અમરેલીના ફરિયાદી ડો. જીજ્ઞેશભાઈ ગોહીલે તેમના મિત્ર વશરામભાઈ નારણભાઈ ગોહીલ વિરુધ્ધ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદીએ મિત્રતાના નાતે આરોપીને રૂ. ૧.૫૦ કરોડ હાથઉછીના આપ્યા હતા, જે પરત કરવા આરોપીએ કુલ રૂ. ૧૦ લાખના બે ચેક આપ્યા હતા, પરંતુ ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી બંને ચેક બાઉન્સ થયા હતા. નોટીસ છતાં રકમ ન ચૂકવાતાં ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસ દરમિયાન આરોપીએ કાનૂની દાવપેચની મોટી લડત આપી અને અનેક આંટીઘૂંટી ઊભી કરવાનો
પ્રયત્ન કર્યો હતો. બંને પક્ષની દલીલો અને પુરાવા ધ્યાને લઈ કોર્ટે આરોપી વશરામભાઈ ગોહીલને ૮ માસની સજા તથા રૂ. ૧૧,૩૫,૦૦૦ (૯ ટકા વ્યાજ સાથે) ચૂકવવાનો હુકમ કર્યો છે, રકમ ન ચૂકવે તો વધુ ૨ માસની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી તરફે યુવા એડવોકેટ હરનીલ ત્રિવેદી રોકાયેલા હતા.