ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી સંલગ્ન કાલેજ આૅફ નેચરલ ર્ફામિંગ (CONF), અમરેલી ખાતે ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશનું સફળ આયોજન કરાયું હતું. સ્વચ્છ અને સ્વસ્થ કૅમ્પસના ઉદ્દેશ સાથે આ ઝુંબેશ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડા.) સી. કે. ટીંબડીયાના નેતૃત્વ તથા આચાર્ય ડા. એસ. પી. દેશમુખના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. આ અભિયાનમાં સંસ્થાના ટેકનિકલ અને નાન-ટેકનિકલ સ્ટાફે પરિસરની સફાઈ અને ઝાડુ લગાવવાની કામગીરી કરી હતી, જ્યારે વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ માર્ગ પરથી કાંકરા-પથ્થર દૂર કરવામાં સક્રિય યોગદાન આપ્યું હતું. આ સામૂહિક પ્રયાસોથી કૅમ્પસ અત્યંત સ્વચ્છ અને સુવ્યવસ્થિત બન્યું હતું, તેમજ સહુમાં એકતા, શિસ્ત અને સહિયારી જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી.સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી સંપન્ન થયેલું આ આયોજન સંસ્થાની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવે છે.










































