બાબરા તાપડિયા આશ્રમના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામદાસજી મહારાજના માતુશ્રી ગં.સ્વ. મુક્તાબેન જીવરામ બાપુ નિમાવતનું તા. ૨૨ સપ્ટેમ્બર,
૨૦૨૬ના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેઓ ઈંગોરાળા (ગીરા), તાલુકો ગઢડા, જિલ્લા બોટાદના વતની હતા. તેમના નિધનથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. તેમનું બેસણું તા. ૨૫ સપ્ટેમ્બરે બપોર બાદ ઈંગોરાળા ખાતે તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે. પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે.