અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ સ્થળેથી દેશી દારૂ બનાવવાનો ૮૫ લીટર આથો ઝડપી
ધોરણસરની કાર્યવાહી કરી હતી. જેમાં નાની કુકાવાવ ગામેથી ૪૦ લીટર, ચિતલ ગામે મોણપુર રોડેથી ૪૦ લીટર અને ભેરાઈ ગામેથી ૫ લીટર મળીને કુલ ૮૫ લીટર આથો ઝડપાયો હતો.
આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળેથી ૭૦ લોકો પાસેથી દેશી દારૂ મળી આવ્યો હતો, જ્યારે ૧૩ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા.