ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જા રૂટના નાના ભાઈ, બિલી રૂટે ૩૪ વર્ષની ઉંમરે વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૧૪ વર્ષની કારકિર્દી પછી, બિલીએ કહ્યું કે તેમના જીવનના આગામી પ્રકરણમાં આગળ વધવાનો સમય આવી ગયો છે. તે ગ્લેમોર્ગનના ત્રણ બેટ્સમેનોમાંના એક છે જેમની વ્યાવસાયિક ક્રિકેટ કારકિર્દી આ અઠવાડિયે સમાપ્ત થશે. ક્રિસ કૂક અને કોલિન ઇન્ગ્રામ પણ નિવૃત્તિ લઈ રહ્યા છે.
બિલી રૂટની છેલ્લી સિઝન ખાસ ઘટનાપૂર્ણ નહોતી. તેણે આ વર્ષે ફક્ત બે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમી હતી અને ગ્લેમોર્ગનની સેકન્ડ ઇલેવનનું નેતૃત્વ કર્યું હતું. ક્લબે ૨૦૨૬ સીઝન પછી વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિની પુષ્ટિ કરી છે, જેના કારણે સોફિયા ગાર્ડન્સમાં તેના આઠ વર્ષના કાર્યકાળનો અંત આવ્યો છે.
નિવૃત્તિની જાહેરાત કરતા, બિલી રૂટે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “બે મહાન ક્લબનું પ્રતિનિધિત્વ કરવું અને ચાર ટ્રોફી વિજેતા ટીમોનો ભાગ બનવું એ એક મોટું સન્માન રહ્યું છે. તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે તેને બાળપણથી જ ગમતી રમતમાં કારકિર્દી બનાવવાની તક મળી.” તેણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૪ વર્ષોમાં ઘણા ઉતાર-ચઢાવ જાવા મળ્યા છે, પરંતુ તે કંઈ બદલાશે નહીં.
બિલીએ લીડ્સ બેકેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી નોટિંગહામશાયર સાથે વ્યાવસાયિક ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ૨૦૧૭ માં, તે નોટિંગહામશાયર ટીમનો ભાગ હતો જેણે વ્હાઇટ-બોલ ડબલ જીત્યો હતો. ત્યારબાદ તે ૨૦૧૯ માં ગ્લેમોર્ગન ગયો. ક્લબ સાથે, તેણે બે વન ડે કપ ટાઇટલ જીત્યા અને ગયા વર્ષે કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન વનમાં ટીમના પ્રમોશનનો ભાગ હતો.
બિલી અને જા રૂટે બાળપણમાં શેફિલ્ડ કોલેજિયેટ ક્રિકેટ ક્લબમાં સાથે ક્રિકેટ રમ્યું હતું. ૨૦૧૩ માં લોર્ડ્સમાં એક ટેસ્ટ દરમિયાન બંને ભાઈઓને મેદાન શેર કરવાની તક પણ મળી હતી. તે સમયે, બિલી સ્ઝ્રઝ્ર યંગ ક્રિકેટર્સ માટે રમી રહ્યો હતો અને ઇંગ્લેન્ડના ૧૨મા ખેલાડી તરીકે ફિલ્ડિંગ કરતો હતો.
૨૦૧૭ ના એક ઇન્ટરવ્યુમાં, બિલીએ સ્વીકાર્યું હતું કે તે ક્યારેક ફક્ત જા રૂટના ભાઈ તરીકે ઓળખાવામાં અસ્વસ્થતા અનુભવતો હતો, પરંતુ તેણે એમ પણ કહ્યું હતું કે તેનાથી મળતા સકારાત્મક અનુભવો વધુ મહત્વપૂર્ણ હતા. બિલી રૂટ એવા ઘણા કાઉન્ટી ક્રિકેટરોમાંનો એક છે જેમના રમત કારકિર્દી આ અઠવાડિયે તેમના કરાર સમાપ્ત થતાં સમાપ્ત થશે. ડરહામના સ્કોટ બોર્થવિક, ગ્લુસ્ટરશાયરના લ્યુક ચાર્લ્સવર્થ, ડર્બીશાયરના અનુજ દાલ અને નોર્થમ્પ્ટનશાયરના રોબ કેઘે પણ તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી છે.














































