દીવના બંદર ચોક વિસ્તારમાં આવેલી રિલેક્સ હોટલના પા‹કગમાંથી એક યુવાનનો રહસ્યમય સંજાગોમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. હોટલના પા‹કગમાં લાંબા સમયથી એક કાર શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી હોવાથી આ ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, રિલેક્સ હોટલના પા‹કગમાં એક કાર ઘણા સમયથી બિનવારસી હાલતમાં પડી હતી. કાર લાંબા સમયથી ખસેડવામાં ન આવતા હોટલના સિક્યુરીટી સ્ટાફને શંકા ગઈ હતી. સિક્યુરીટી તરત જ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ દીવ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને કારના કાચ તોડીને અંદર તપાસ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવાન જાતે જ કારને હોટલના પા‹કગમાં લાવતો અને પાર્ક કરતો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.પોલીસે ઘટનાસ્થળેથી મળેલા દસ્તાવેજાના આધારે મૃતકની પ્રાથમિક ઓળખ મેળવી લીધી છે. આધારકાર્ડમાં દર્શાવેલી વિગતો મુજબ મૃતક યુવાન જેતપુરના સરધારા નીતિનભાઈ રમેશકુમાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહનો કબજા મેળવીને તપાસ શરૂ કરી છે. યુવાનનું મોત કેવી રીતે થયું તેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.








































