અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠની બોયઝ હોસ્ટેલમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્ટેલની મેસ સુધી પહોંચવાના રસ્તા તેમજ મેસની અંદર પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને પાણીમાં ઊભા રહીને જ ભોજન લેવાની સ્થિતિ સર્જાઈ હતી.માહિતી અનુસાર, બોયઝ હોસ્ટેલમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ રહે છે. ભારે વરસાદ બાદ હોસ્ટેલ પરિસરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી કલાકો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. મેસમાં જવાના રસ્તા પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.વિદ્યાર્થીઓ ભોજન લેવા પહોંચ્યા ત્યારે મેસની અંદર પણ પાણી ભરાયેલા જાવા મળ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓને પાણીમાં ઊભા રહીને જમવું પડ્યું હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
વાયરલ વીડિયોમાં પાણીમાં ઇયળો અને કાનખજૂરો જેવા જીવજંતુઓ પણ તરતા જાવા મળ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે હોસ્ટેલની સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી વ્યવસ્થા જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી પરિÂસ્થતિ સર્જાય નહીં.હોસ્ટેલમાં પાણી ભરાયેલા દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર ઘટનાની ચર્ચા શરૂ થઈ છે. કુલપતિ હર્ષદ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જાકે, આ મુદ્દે વિદ્યાપીઠ તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.