વડોદરાના માંજલપુરમાં એક બિઝનેસમેનની ૧૫ વર્ષની પુત્રીએ સ્કૂલેથી ઘેર આવીને પોતાની બિલ્ડિંગના ૫મા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. સપ્ટેમ્બરના બપોરના સમયે સ્કૂલેથી પરત આવીને તરત તેણે આ પગલું ભર્યું હતું. વિદ્યાર્થિની વડસર બ્રિજ પાસેની જય અંબે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. માથામાં ગંભીર ઈજાઓ થતા વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ ઘટના બાદ લોકો દાડી આવ્યાં હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી જાકે ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂકયું હતું. કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના ૧૦માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની વતની ૧૯ વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે ૧૦ વાગ્યે હોસ્ટેલના ૧૦માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો જે બાદ બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ અને ૧૦૮ ટિમ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
યુનિવર્સીટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીશ નીધીશએ જણાવ્યું હતું કે, મૂળ આંધ્રપ્રદેશની વતની ૧૯ વર્ષીય સૌબર્નિકા વ્યંકટેશ અલ્લાએ આજે સવારે મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની એ વિંગના ૧૦માં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. બનાવની જાણ થતા તાત્કાલિક ૧૦૮ બોલાવી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. સૌબર્નિકા અમારી યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર એન્જીનીયર માં છૈં બેઝ અભ્યાસ કરતી હતી પ્રથમ વર્ષ પૂર્ણ થયા બાદ હાલમાં તે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આપઘાત ક્્યાં કારણોસર કર્યો તે અંગે કોઈ માહિતી નથી હાલ પોલીસ તપાસ ચાલુ છે.