અમરેલીની શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિનની સેવાસંકલ્પ અભિયાન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થા કક્ષાએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના સંચાલક દંપતી દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન વઘાસિયા તેમજ શાળા પરિવારના દરેક સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના વડા દીપકભાઈ વઘાસિયાએ સેવાસંકલ્પ અભિયાન તથા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંગે ઉપસ્થિત સૌને વિગતે પરિચય આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સૌએ સાથે મળી જન્મદિનની ઉજવણી કરી હતી.









































