પ્રાચીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગીર સોમનાથની જિલ્લા સાધારણ સભા અને કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠનના કાર્યો, શિક્ષકોના પ્રશ્નો અને આગામી આયોજન અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે વિવિધ સંવર્ગોની નવી કારોબારી જાહેર કરાઈ હતી. પ્રાથમિક વિભાગમાં વિનોદભાઈ બારડ અધ્યક્ષ, દિનેશભાઈ મધા મંત્રી અને અરૂણભાઈ ગામી સંગઠન મંત્રી બન્યા હતા. માધ્યમિક વિભાગમાં મીઠાભાઈ ચાવડા અધ્યક્ષ અને કૌશિકભાઈ વાઢેર મંત્રી બન્યા હતા.