લીલીયા તાલુકાના સલડી ગામના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી પ્રસરી જવા પામી છે. લીલીયાના સલડી ગામે રહેતો ધ્રુવ છાપરા (ઉ.વ.૧૭) પોતાની બાઈક લઈને અમરેલીથી સલડી જતો હતો ત્યારે લાલાવદર ગામ નજીક બંધ પડેલ આઈશર પાછળ બાઈક ઘુસી જતા ધ્રુવને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. યુવકના મોતના સમાચાર સલડી ગામે પહોંચતા શોકનો માહોલ છવાયો હતો.
યુવાન પુત્રના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.