ચલાલા ખાતે આવેલી રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલમાં તા. ૫ સપ્ટેમ્બરે ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. સંત ડા. રતિદાદાના આશીર્વાદ અને ભારતભૂષણ મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. વિદ્યાર્થિનીઓએ વિવિધ વર્ગોમાં પિરિયડ લઈને શિસ્ત જાળવી હતી અને શાળામાં સુંદર શૈક્ષણિક વાતાવરણ ઊભું કર્યું હતું. આ ઉપરાંત આચાર્ય, ક્લાર્ક સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળી શાળાનું સંચાલન કરવાનો અનુભવ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારતભૂષણ મહેશભાઈ મહેતા, ડાયરેક્ટર શીતલબેન મહેતા સહિત સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.



































