બગસરાની મોટી હવેલીના યુવરાજ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ પ્રભુજી મહારાજના લાલન પૂ.પા.ગો.ચી. રાસેશ્વર બાવાશ્રીના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સવારે ૬ વાગ્યે મંગળા આરતી, ૧૦ વાગ્યે પાલન નંદ મહોત્સવ, ૧૧ઃ૩૦ વાગ્યે માર્કંડેય પૂજા તથા બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ યોજાશે. રાત્રે ૯ વાગ્યે વધાઈ, કીર્તન, ધોળપદ, ભજન અને રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાશે. સમગ્ર આયોજન મહાલક્ષ્મી મહિલા મંડળ, વૈષ્ણવ યુથ ક્લબ, મદનમોહન પ્રભુ કીર્તન મંડળી તથા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.