અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નારોલ પોલીસે બાગે કૌશર બી.કે. સ્કૂલ સામે આવેલા ન્યુ મુસ્કાન નગરના મકાન નંબર ૧૧માં દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન AMC સેનેટરી ઇન્સ્પેક્ટર બી.આઈ. બાવા અને પંચોને સાથે રાખવામાં આવ્યા હતા. મકાનમાંથી લોખંડનો છરો, છરી, કુહાડી, ડિસમિસ સહિતનાં કતલ માટેનાં હથિયારો મળી આવ્યા હતા. ઉપરાંત ૧૧૦ કિલો માંસ મળી આવતા તેના નમૂના FSL મોકલાયા હતા. FSLતપાસમાં માંસ ભેંસ વંશનું હોવાનું સામે આવ્યું હતું.


































